પ્રજ્ઞા અભિગમ એપ્રિલ ૨૦૧૨ તાલીમ વર્ગ.
શ્રી વી.આર.ટી.આઇ. માંડવી ખાતે તાલુકાની ૧૫ શાળાઓ માંથી પધારેલ ૬૦ શિક્ષક મિત્રો તથા સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમને સફળ બનાવવા માટે ૬ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ . પ્રજ્ઞા અભિગમ વિશે કચ્છ જિલ્લા પેડાગોજી તથા બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટએ સવિશેષ માર્ગદર્શન આપેલ .તાઃ ૦૨/૦૪/૨૦૧૨ થી તાઃ ૦૭/૦૪/૨૦૧૨ છ દિવસ સતત તજજ્ઞ મિત્રો દ્વારા પ્રજ્ઞા અભિગમ વિશે ખુબ જ ઉંડાણ પુર્વક માર્ગદર્શન આપેલ . તાઃ ૦૫/૦૪/૨૦૧૨ના રોજ શ્રી કાઠડા શાળા તથા શ્રી મેરાઉ શાળાની પ્રેરણાત્મક મુલાકાતનું આયોજન કરવામાં આવેલ .તાઃ ૦૯/૦૪/૨૦૧૨ના રોજ શ્રી ડોણ શાળાની પ્રેરણાત્મક મુલાકાત લેવામાં આવેલ .
આપ નીહાળી રહ્યા છો પ્રજ્ઞા અભિગમ ૨૦૧૨ તાલીમની ઝાંખી.